નવી દિલ્હી: નવા કૃષિ કાયદા ( Agriculture Law) વિરુદ્ધ વિપક્ષી દળો સહિત અનેક ક્ષેત્રીય સંગઠનોએ ખેડૂત (Farmers) સંગઠનો તરફથી 8મી ડિસેમ્બરે આહ્વાન કરેલા ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. આ નવા કૃષિ કાયદાને રદ કરવા માટેની માગણીઓ લઈને દિલ્હીની સરહદો પર ખેડૂતોનું છેલ્લા 11 દિવસથી આંદોલન (Farmers Protest) ચાલુ છે. આંદોલનનો આજે 12મો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર બોલી, પરત નહીં લઈએ કૃષિ કાયદા, કિસાનોની માંગો પ્રમાણે સંશોધન પર થઈ શકે વિચાર


કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર, માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના મહાસચિવ સીતારામ યેચુરી, દ્રવિડ મુનેત્ર કષગમ (ડીએમકે)ના પ્રમુખ એમ કે સ્ટાલિન તથા ગુપકર ઘોષણાપત્ર ગઠબંધન (પીએજીડી)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સહિત પ્રમુખ વિપક્ષી નેતાઓએ  રવિવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને સમર્થન આપ્યું છે અને કેન્દ્ર પર પ્રદર્શનકારીઓની કાયદેસરની માગણીઓને માનવા માટે દબાણ સર્જ્યુ છે. 


ભારત બંધ પહેલા કિસાનોની જાહેરાત- હવે અમારા મનની વાત સાંભળે PM મોદી


પાંચમા તબક્કાની વાતચીત પણ અનિર્ણિત
સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહી. ત્યારબાદ કેન્દ્રએ ગતિરોધ ખતમ કરવા માટે 9 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી છે. ખેડૂત નેતા બલદેવ સિંહે કહ્યું કે આ આંદોલન ફક્ત પંજાબના ખેડૂતોનું આંદોલન નથી પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. અમે અમારા આંદોલનને મજબૂત કરવા જઈ રહ્યા છીએ અને તે પહેલેથી જ આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. તેમણે બંધને શાંતિપૂર્ણ બનાવવા સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કહ્યું કે સરકાર અમારી સાથે સારો વ્યવહાર કરી રહી નહતી એટલે અમે ભારત બંધનું આહ્વાન કર્યું. 


આ વિપક્ષી પાર્ટીઓએ આપ્યું સમર્થન
કોંગ્રેસ, ટીઆરએસ, ડીએમકે, શિવસેના, સપા, એનસીપી, અને આમ આદમી પાર્ટીએ સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત સંગઠનોના ભારત બંધના આહ્વાનને પોતાનું સમર્થન આપ્યું છે. આ વિપક્ષી પાર્ટીઓ અગાઉ શનિવારે પણ તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, અને ડાબેરી પક્ષોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે. 


કિસાન આંદોલન પર બોલ્યા શરદ પવાર, જલદી સમાધાન ન નિકળ્યું તો દેશભરના કિસાન સામેલ થઈ જશે


શરદ પવારે  કહ્યું દેશભરમાંથી આવશે લોકો
એનસીપીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું કે તેઓ ખેડૂતોના પ્રદર્શનને ગંભીરતાથી લે કારણ કે જો ગતિરોધ ચાલુ રહેશે તો ખેડૂત આંદોલન ફક્ત દિલ્હી સુધી સિમિત નહીં રહે પરંતુ દેશભરના લોકો ખેડૂતોના પડખે આવી જશે. 


ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ
ખેડૂતોએ પણ હવે સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે કે જ્યાં સુધી નવા 3 કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ખતમ નહીં થાય. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર રવિવારે ખેડૂત સંગઠનોની મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં તેમણે આ સંદેશ આપ્યો. સંગઠનોએ ખેડૂતોને દિલ્હી  કૂચ કરવાની અપીલ પણ કરી છે. 


કોરોનાકાળમાં લગ્ન બન્યા 'ઘાતક', બીજા જ દિવસે દુલ્હા-દુલ્હન કોરોના પોઝિટિવ, 2 મામાના કોરોનાથી મૃત્યુ


પીએમ મોદી સાંભળે મન કી બાત
ખેડૂતોએ કહ્યું કે પોતાની માગણીઓ સાથે તેઓ સમાધાન કરવાના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત તેઓ સાંભળે છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોના મનની વાત સાંભળવી જોઈએ. ખેડૂત નેતા જગમોહને કહ્યું કે ખેડૂત નેતાઓ વચ્ચે વિચાર-વિમર્શ બાદ એ નક્કી થયું છે કે અમે અમારી માગણીઓ સાથે કોઈ સમાધાન કરશું નહીં. મોદીના મનની વાત અમે સાંભળીએ છીએ, હવે તેમણે અમારા મનની વાત સાંભળવાની છે. 


ભારત બંધની રૂપરેખા
પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોએ ભારત બંધની રૂપરેખા પણ રજુ કરી છે. ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે કહ્યું કે આ આંદોલન ફક્ત પંજાબનું નથી. સમગ્ર દેશના ખેડૂતો તેમા સામેલ છે. ખેડૂતોના ભારત બંધના આહ્વાનથી મંત્રીઓ ધૂંધવાયા છે. બલદેવ સિંહ નિહાલગઢે કહ્યું કે 8 ડિસેમ્બરના રોજ સવારેથી સાંજ સુધી બંધ રહેશે. ચક્કા જામ 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નો માટે રસ્તા ખુલ્લા રહેશે. શાંતિપૂર્ણ પ્રદર્શન રહેશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube